Traffic Brigade Bharti 2025: અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક/સેવિકા માટેની ભરતી બહાર પાડવામાંઆવી છે. ટ્રાફિક બ્રિગેડ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં પોલીસને મદદરૂપ બની શકે અને સુવ્યવસ્થા જળવાઈ રહે એ હેતુ થી આ ભરતી થશે.
આ ભરતીમાં પોલીસ, SRP, રેલવે પોલીસ, આર્મી, નેવી, એરફોર્સ, હોમગાર્ડ અને અર્ધલશ્કરી દળોમાંથી નિવૃત્ત થયેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. અરજી ફોર્મ ભરવાના સમયગાળાની વાત કરીએ તો 25/08/2025 થી 18/09/2025 સુધી, સવારે 11:00 થી 18:00 સુધી.

Traffic Brigade Bharti 2025
- ભરતી સંસ્થા : અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ
- પોસ્ટ : ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક/સેવિકા
- કુલ જગ્યાઓ : અંદાજે 750+
- પગાર ધોરણ : રૂ. 400/- પ્રતિ દિવસ
ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે લાયકાત શું છે ?
ટ્રાફિક બ્રિગેડ ભરતીની લાયકાત વિશે વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારે નીચે મુજબની લાયકાત પરિપૂર્ણ કરતો હોવો જોઈએ.
- ઉંમર : 18 થી 35 વર્ષ
- શૈક્ષણિક લાયકાત : ધોરણ 9 પાસ તથા તેથી વધુ
- શારીરિક લાયકાત :
- પુરુષ ઉમેદવાર :
- SC/ST/OBC → 1600 મીટર દોડ 6 મિનિટમાં
- GENERAL → 1600 મીટર દોડ 4 મિનિટમાં
- મહિલા ઉમેદવાર :
- SC/ST/OBC → 800 મીટર દોડ 4 મિનિટમાં
- GENERAL → 800 મીટર દોડ 3 મિનિટમાં
- પુરુષ ઉમેદવાર :
ટ્રાફિક બ્રિગેડ ભરતીની પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે ?
ટ્રાફિક બ્રિગેડ ભરતીની પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો મુખ્ય ત્રણ પ્રકારના કસોટી માંથી ઉમેદવારે પસાર થવું પડશે જે નીચે મુજબ છે.
- શારીરિક પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
- ટ્રેનિંગ
ટ્રાફિક બ્રિગેડ ભરતીની મહત્વપૂર્ણ તારીખો જાણી લો
વિગતો | તારીખ |
---|---|
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 25 ઑગસ્ટ 2025 |
છેલ્લી તારીખ | 10 સપ્ટેમ્બર 2025 |
ફિઝિકલ ટેસ્ટ તારીખ | 20 સપ્ટેમ્બર 2025 થી આગળ |
Traffic Brigade Bharti 2025 માટે અરજી ફોર્મ ક્યાંથી મેળવવું ?
ઉમેદવારોએ PRO રૂમ (અમદાવાદ પોલીસ કમિશનર કચેરી, શાહિબાગ, અમદાવાદ) તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ફોર્મ મેળવી શકાશે.
ટ્રાફિક બ્રિગેડ ભરતીની મહત્વપૂર્ણ માહિતી ક્યાંથી મેળવવી ?
વધુ વિગતો અને ભરતી અંગેની વિગતવાર માહિતી મેળવવા માંગતા ઉમેદવારો ahmedabadcity.gov.in સત્તાવાર વેબસાઈટ મુલાકાત લઈ શકે છે.