આજે દરેકને ભવિષ્ય માટે બચત કરવાની ચિંતા છે. પણ પ્રશ્ન એ છે કે — પૈસા ક્યાં મૂકો કે જેથી તે માત્ર સેફ જ ન રહે, પણ વધતા પણ રહે? ઘણા લોકો ફિક્સ્ડ \ડિપોઝિટ કે સોનામાં રોકાણ કરે છે. પરંતુ આજના યુવાનોમાં SIP (Systematic Investment Plan) ખૂબ લોકપ્રિય બની ગયું છે. કારણ કે નાની બચતથી પણ મોટા સપના પૂરા કરી શકાય છે અને લાંબા ગાળે વધુ ફાયદો મેળવી શકાય છે. જો તમે દર મહિને ₹1000, ₹5000 કે ₹10000 SIP કરો તો 10 વર્ષમાં કેટલું વળતર મળશે? આ લેખમાં આપણે સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી સમજશું તો આ (SIP returns in 10 years) લેખને અંત સુધી વાંચજો.
SIP શું છે?
SIP એટલે Systematic Investment Plan. અહીં તમે દર મહિને નક્કી રકમ મ્યુચ્યુઅલ ફંડમાં મૂકો છો. આ રોકાણ બજાર સાથે જોડાયેલું છે એટલે તેમાં જોખમ પણ છે, પણ લાંબા ગાળે વળતર FD કરતાં ઘણું વધારે મળે છે.
SIP કેમ કરવી જોઈએ?
- નાની રકમથી શરૂઆત થઈ શકે.
- દર મહિને નિયમિત બચત કરવાની ટેવ પડે.
- બજારમાં ઊતાર-ચઢાવ છતાં લાંબા ગાળે સરેરાશ સારું રિટર્ન મળે.
- ચક્રવૃદ્ધિ (compounding) નો મોટો ફાયદો મળે.
SIP returns in 10 years : 10 વર્ષમાં SIP નો હિસાબ
ચાલો કેટલાક ઉદાહરણ જોઈએ.
માનીએ કે સરેરાશ વાર્ષિક રિટર્ન 12% મળે:
દર મહિને SIP | કુલ મૂડીરોકાણ (10 વર્ષ) | અંદાજિત વળતર (10 વર્ષ પછી) |
---|---|---|
₹1,000 | ₹1,20,000 | ₹2,30,000 – ₹2,40,000 |
₹5,000 | ₹6,00,000 | ₹11,50,000 – ₹12,00,000 |
₹10,000 | ₹12,00,000 | ₹23,00,000 – ₹24,00,000 |
👉 અહીં તમે જોઈ શકો છો કે માત્ર 10 વર્ષમાં તમારું પૈસું લગભગ બમણું થઈ શકે છે. વધુ ગણતરી માટે આપ નીચે આપેલ SIP Calculator નો ઉપયોગ કરી શકો છો.
SIP Calculator
SIP અને ચક્રવૃદ્ધિનો જાદુ
ચક્રવૃદ્ધિ એટલે “પૈસા પૈસાને બનાવે.” તમારા રોકાણ પર મળેલું વ્યાજ પણ તમારું મૂડીમાં એડ થઈને ફરી એક રોકાણ તરીકે રોકાઈ જાય છે, જેના કારણે સમય જતાં રકમ ખૂબ મોટી થઈ જાય છે. 10 વર્ષમાં તો સારું વળતર મળે છે, પણ જો આ જ SIP 20 વર્ષ સુધી કરશો તો તમારી મૂડી બહુ ઘણી વધુ વધી જશે.
SIP માટે કેટલીક ટીપ્સ
- શરૂઆત નાની રકમથી કરો, પછી ધીમે ધીમે વધારો(આવક અને બચત પ્રમાણે દર વર્ષે 10% વધારી શકો છો).
- રોકાણ લાંબા ગાળે ચાલુ રાખો.
- ફંડ પસંદ કરતી વખતે હંમેશા રિસર્ચ કરો.
- ટૂંકા ગાળાના ઉતાર-ચઢાવને કારણે ઉતાવળના કરશો.
- દર વર્ષે એક વખત SIP ની સમીક્ષા કરો.
SIP માટે યોગ્ય ફંડ કેવી રીતે પસંદ કરશો?
- ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળે સારું વળતર આપે છે.
- તમારા જોખમ આધારિત ફંડ પસંદ કરો.
- હંમેશા રિસર્ચ કરીને અથવા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહથી જ રોકાણ કરો.
SIP vs FD
- ઘણા લોકો FD (Fixed Deposit) કરતા SIP પસંદ કરે છે કારણ કે FD માં વ્યાજ 5-6% મળે છે.
- SIP માં લાંબા ગાળે સરેરાશ 10-12% (કેટલાક સમયે વધુ પણ) મળે છે.
- FD સેફ છે, SIP માર્કેટ આધારિત હોવાથી થોડું જોખમ છે.
- પરંતુ લાંબા ગાળે SIP થી જ સંપત્તિ સર્જાય છે એ વાત પણ નકારી શકાય નહિ.
SIP એ સામાન્ય માણસ માટે રોકાણ કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. નાની બચતથી મોટું ફંડ ઉભું કરી શકાય છે. 10 વર્ષ સુધી સતત SIP કરશો તો લાખો રૂપિયાનું વળતર મળી શકે છે. અને જો ધીરજ રાખીને 15-20 વર્ષ સુધી SIP ચાલુ રાખશો તો તમારો નાનો SIP future માં મોટી સંપત્તિ બની શકે છે.
👉 સીધી ભાષામાં કહીએ તો: “SIP એ એક વૃક્ષ વાવવા જેવો છે. આજે નાનું છોડ વાવશો તો વર્ષો પછી એની છાંયડો તમને મળશે.”
SIP માં 10 વર્ષ પછી કેટલું વળતર મળશે?
👉 જો તમે દર મહિને ₹5,000 SIP કરો અને સરેરાશ 12% વળતર મળે તો 10 વર્ષમાં તમારું ₹6 લાખનું મૂડીરોકાણ વધીને લગભગ ₹11.5 થી ₹12 લાખ થઈ શકે છે.
10 વર્ષ માટે SIP કરવી સારી રહેશે?
👉 હા. SIP 10 વર્ષ કે તેનાથી વધારે સમય માટે શ્રેષ્ઠ રોકાણ છે. એમાં ચક્રવૃદ્ધિનો ફાયદો મળે છે, બજારના ઉતાર-ચઢાવ સરેરાશ થઈ જાય છે અને FD કરતાં વધારે વળતર મળે છે.
જો હું દર મહિને ₹1,000 SIP કરું તો 10 વર્ષમાં કેટલું મળશે?
👉 દર મહિને ₹1,000 SIP કરવાથી 10 વર્ષમાં તમારું કુલ રોકાણ ₹1.2 લાખ થશે. સરેરાશ 12% રિટર્ન મળે તો આ રકમ વધીને લગભગ ₹2.3 થી ₹2.4 લાખ થઈ શકે છે.
10 વર્ષ માટે કયું SIP શ્રેષ્ઠ રહેશે?
👉 લાંબા ગાળે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારા જોખમ પ્રમાણે તમે લાર્જ કેપ ફંડ, ઈન્ડેક્સ ફંડ અથવા ડાયવર્સિફાઈડ ઈક્વિટી ફંડ પસંદ કરી શકો છો.
SIP કે FD – 10 વર્ષ માટે કયું સારું?
👉 FD માં 5-6% વ્યાજ મળે છે, જ્યારે SIP લાંબા ગાળે 10-12% અથવા વધુ પણ આપી શકે છે. FD સેફ છે પણ SIP થી સંપત્તિ ઝડપથી બને છે.
SIP calculator 10 years, Best SIP plan for 10 years, SIP investment returns chart, SIP maturity amount after 10 years, How much return in SIP after 10 years, SIP compounding benefits, SIP vs FD returns in 10 years, 1000 SIP returns in 10 years, 5000 SIP returns in 10 years, Long term SIP investment benefits SIP યોજના, દર મહિને 1000 SIP, SIP રિટર્ન કેલ્ક્યુલેટર, SIP માં રોકાણ ફાયદા, SIP 10 વર્ષમાં કેટલું મળશે ?, મ્યુચ્યુઅલ ફંડ SIP ગુજરાતીમાં, SIP કેવી રીતે શરૂ કરવું, How to start SIP, SIP investment plan, ₹1000 per month SIP, SIP returns calculator, Benefits of SIP investment, SIP returns in 10 years, Mutual Fund SIP guide