SBI Recruitment 2025 : 29,000 પગાર સાથે 5180 બમ્પર ભરતી! ગ્રેજ્યુએટ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

SBI Recruitment 2025 : જો તમે બેંકમાં નોકરી કરવાની તક શોધી રહ્યા છો તો તમારી માટે ખુશખબર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્લાર્ક કેડરની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 5180 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે આ માટે કોઈપણ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે.

SBI ભરતી 2025 : મુખ્ય વિગતો

  • ભરતી સંસ્થા: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
  • કુલ જગ્યાઓ: 5180 – ક્લાર્ક કેડર
  • પગાર: અંદાજે ₹29,000 પ્રતિ માસ
  • યોગ્યતા: ગ્રેજ્યુએટ અથવા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે
  • અરજી કરવાની રીત: ઓનલાઇન અરજી
  • સત્તાવાર વેબસાઇટ: sbi.co.in

SBI Bharti 2025 : કોણ અરજી કરી શકે? (Eligibility)

જો તમે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છો અથવા હાલ અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છો તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો.
આ ભરતી માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. (રિઝર્વ કેટેગરીને છૂટછાટ નિયમોનુસાર છુટછાટ મળવાપાત્ર છે).

પસંદગી પ્રક્રિયા

  • SBI ક્લાર્ક ભરતી માટે ઉમેદવારોની પસંદગી બે તબક્કાની પરીક્ષા દ્વારા કરવામાં આવશે :
  • પ્રારંભિક પરીક્ષા (Preliminary Exam)
  • મુખ્ય પરીક્ષા (Main Exam)
  • લખિત પરીક્ષા બાદ ઉમેદવારની દસ્તાવેજ ચકાસણી અને ભાષા પ્રોફિશિયન્સી ટેસ્ટ પણ લેવાશે અને અંતિમ પસંદગી મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે થશે.

પગાર અને સુવિધાઓ

  • આ ભરતીમાં ઉમેદવારોને લગભગ ₹29,000 પ્રતિ માસ પગાર મળશે. સાથે સાથે બેંકિંગ ક્ષેત્રની તમામ સુવિધાઓ પણ મળશે.

કેવી રીતે અરજી કરવી? (How to Apply Online)

  • સૌપ્રથમ SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ અથવા આ
  • “Career” વિભાગમાં જઈને રિક્રૂટમેન્ટ લિંક પર ક્લિક કરો.
  • તમારી માહિતી સાચી રીતે ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અરજી ફી ભર્યા બાદ ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મની પ્રિન્ટ સાચવી રાખો.
Also Read :  Gujarat Forest Bharti Beat Guard / Forester 2025-26

SBI Recruitment 2025 – મહત્વની તારીખો

  • અરજી શરૂ થવાની તારીખ: 06/08/2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 26/08/2025
  • પરીક્ષા તારીખ: SBI દ્વારા પછીથી જાહેર થશે

જો તમે બેંકમાં કરિયર બનાવવા માંગો છો તો આ તમારી માટે સોનેરી તક છે. 5180 જગ્યાઓ પર ભરતીની જાહેરાતથી વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છે. અરજી કરવા માટે મોડું ન કરો અને આજેજ ફોર્મ ભરી દો કારણકે અંતિમ તારીખ 26 ઑગસ્ટ 2025 છે.

Leave a Comment