PM Kisan Yojana: ટૂંક સમયમાં આવશે 21મો હપ્તો, જાણો સંપૂર્ણ માહિતી અને e-KYC કરવાની પ્રક્રિયા

PM Kisan Yojana: ખેડૂતો માટે સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) હેઠળ ટૂંક સમયમાં 21મો હપ્તો જારી થવાની શક્યતા છે. સરકારે ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં દર ચાર મહિને ₹2,000ની સહાય આપવા માટે આ યોજના શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 20 હપ્તા ખેડૂતોને મળી ચૂકી છે અને હવે 21મો હપ્તાની રાહ જોવાઈ રહી છે.

✅ PM Kisan Yojana શું છે?

  • 2019માં શરૂ થયેલી PM Kisan Scheme યોજનાનો હેતુ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય આપવાનો છે.
  • દર વર્ષે ખેડૂતોને ₹6,000 ત્રણ હપ્તામાં (દરેક હપ્તો ₹2,000) DBT સ્કીમ હેઠળ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે.
  • આ પહેલની જાહેરાત પિયુષ ગોયલે 1 ફેબ્રુઆરી 2019 ના રોજ ભારતના 2019 ના વચગાળાના કેન્દ્રીય બજેટ દરમિયાન કરી હતી.

💰 21મો હપ્તો ક્યારે આવશે?

સત્તાવાર જાહેરાત મુજબ આગામી હપ્તો તહેવારો પહેલાં જારી થવાની સંભાવના છે. PM કિસાન પોર્ટલ અને DBT (Direct Benefit Transfer) દ્વારા લાભાર્થીઓના ખાતામાં રકમ મોકલવામાં આવશે.

🔎 e-KYC કરાવવું ફરજિયાત

21મી કિસ્ત મેળવવા માટે ખેડૂતોને e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
e-KYC કેવી રીતે કરશો?

  1. PM Kisan Yojanaની ઓફિશિયલ વેબસાઇટ ખોલો.
  2. હોમપેજ પર “e-KYC” વિકલ્પ પર ક્લિક કરો.
  3. આધાર નંબર દાખલ કરીને OTP દ્વારા વેરિફિકેશન કરો.
  4. પ્રક્રિયા સફળ થતાં e-KYC પૂર્ણ થઈ જશે.

📌 લાભાર્થી યાદી કેવી રીતે તપાસશો?

  • PM Kisan વેબસાઇટ પર “Beneficiary List” વિકલ્પ પસંદ કરો.
  • રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામનું નામ દાખલ કરો.
  • તમારી માહિતી સ્ક્રીન પર દેખાશે.
PM Kisan Yojana:

🗣️ મહત્વની સૂચના

  • જો તમારા બેંક એકાઉન્ટ અથવા આધાર કાર્ડની વિગતોમાં ભૂલ છે, તો હપ્તો અટકી શકે છે.
  • તેથી સમયસર e-KYC પૂર્ણ કરો અને વિગતો ચકાસો.
Also Read :  UPI થી એક જ દિવસે કેટલા રૂપિયા મોકલી શકાય? જાણી લો નવા નિયમો નહિંતર ટ્રાન્સફર અટકી જશે! | UPI daily limit 2025

ખેડૂતો માટે આ મોટી ખુશખબર છે કે 21મી કિસ્ત ખૂબ જ ટૂંક સમયમાં આવશે. જો તમે પાત્ર છો તો તરત e-KYC કરાવી લો જેથી રકમ તમારા ખાતામાં સીધા જ ટ્રાન્સફર થઈ શકે.

Leave a Comment