Farmer Accident Insurance Scheme : ખેડૂત અકસ્માત વીમા યોજના 2025 હેઠળ ખેડૂત અથવા તેના કુટુંબને અકસ્માતમાં મોત કે અશક્તતા થાય તો સરકાર તરફથી ₹6 લાખ સુધીની નાણાકીય સહાય મળે છે. અરજી કરવાની સંપૂર્ણ માહિતી અહીં જાણો.
રાજય સરકારશ્રી દ્વારા અમલી ખેડુત ખાતેદાર અકસ્માત વીમા યોજના સબબ તારીખ 01/04/2025 કે ત્યાર બાદ અકસ્માતથી મરણ જનાર ખેડુત ખાતેદારશ્રીઓને ₹4 લાખ સહાય આપવાનું નકકી કરવામાં આવેલ છે તથા જીલ્લા પંચાયત દ્વારા ₹2 લાખ એમ કુલ રૂ ₹6 લાખ સહાય મળવાપાત્ર થશે.
Gujarat Farmer Accident Scheme : ખેડૂત અકસ્માત વીમા યોજના 2025 શું છે?
ખેડૂતોના પરિવારને સુરક્ષા આપવા માટે સરકાર દ્વારા “ખેડૂત અકસ્માત વીમા યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતને અકસ્માતના કારણે મોત થાય તો તેમના પરિવારને નાણાકીય સહાય આપવામાં આવે છે.
Gujarat Farmer Accident Scheme : યોજનાં મુખ્ય લાભો શું છે ?
✅ ખેડુત ખાતેદાર અકસ્માત થવા પર પરિવારને ₹4,00,000 ની સહાય
✅ જિલ્લા પંચાયત દ્વારા ₹2,00,000 સુધીની સહાય
✅ ખેડૂતના કુટુંબ માટે આર્થિક સુરક્ષા
✅ કોઈપણ પ્રકારની કુદરતી કે અન્ય અકસ્માતમાં સહાય.
આ પણ વાંચો : Senior Citizen Scheme 2025: વૃધ્ધોને મળશે દર મહિને ₹20,000, જાણો સંપૂર્ણ માહિતી
ખેડૂત અકસ્માત વીમા યોજના માટે પાત્રતા શું છે ?(Eligibility):
- યોજના માત્ર ખેડૂતો અને તેમના કુટુંબ માટે છે.
- અરજદારની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- નોંધાયેલ ખેડૂત ખાતેદાર હોવો જોઈએ.
ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો
📌 આધાર કાર્ડ
📌 ખેતીના પુરાવા (7/12, ખેતી જમીનનો દાખલો)
📌 બેંક પાસબુક
📌 અકસ્માતની FIR અથવા પોલીસ રિપોર્ટ
📌 મૃત્યુ પ્રમાણપત્ર (જો મોત થયું હોય તો)
Farmer Accident Insurance Scheme માટે અરજી કરવાની પ્રક્રિયા :
- નજીકની જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી અથવા તાલુકા કચેરીમાં સંપર્ક કરવો.
- જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ભરવું.
- તમામ ચકાસણી બાદ સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
- વધુ વિગત અને અરજીફોર્મના નમૂના માટે અહીં ક્લિક કરો.
ખેડૂત અકસ્માત વીમા યોજના 2025 ખેડૂતો અને તેમના પરિવારને સુરક્ષા આપવા માટે ખૂબ જ ઉપયોગી યોજના છે. જો તમે ખેડૂત છો તો તરત જ આ યોજનાનો લાભ બહોળા પ્રમાણમાં ખેડૂતોને મળી રહે તે માટે આ આર્ટીકલને તમારા ગામના ગ્રુપમાં વધુ ને વધુ પ્રમાણમાં શેર કરો.
Disclaimer: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માર્ગદર્શન માટે છે. યોજનાની ચોક્કસ શરતો, વ્યાજદર અને અરજી પ્રક્રિયા જાણવા માટે સત્તાવાર સરકારની વેબસાઈટ અથવા નજીકની ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો જરૂરી છે.